Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBusinessભારતની સૌથી મોટી વાઇન નિર્માતાનો IPO….

ભારતની સૌથી મોટી વાઇન નિર્માતાનો IPO….

Sula Vineyards IPO: ભારતની સૌથી મોટી વાઇન નિર્માતા Sula Vineyards નો સોમવાર, ડિસેમ્બર 12, 2022 ના રોજ પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે આવી રહી છે. રોકાણકારો આ આઇપીઓ પર 14 ડિસેમ્બર સુધી ઈશ્યુમાં દાવ લગાવી શકશે. સુલા વાઇનયાર્ડ્સ IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹340-357 નક્કી કરવામાં આવી છે.

IPO રૂ. 960 કરોડનો હશે

પબ્લિક ઇશ્યૂથી ₹960 કરોડ એકત્ર થવાની ધારણા છે. જણાવી દઈએ કે પહેલા આ IPOનું કદ 1,200-1,400 કરોડ રૂપિયા હતું. બાદમાં કંપનીએ તેને ઘટાડીને 960 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું. આ ઈસ્યુ સંપૂર્ણપણે કંપનીના પ્રમોટર્સ અને હાલના શેરધારકો દ્વારા 2,69,00,530 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) છે. પ્રમોટર રાજીવ સામંત તેમજ કોફિન્ટ્રા SA, Haystack Investments, SAMA Capital III, SWIP હોલ્ડિંગ્સ, Verlinvest France SA, Verlinvest SA અને અન્ય વેચાણકર્તા શેરધારકો OFS(ઓફર ફોર સેલ) માં ભાગ લેશે.


શું GMP ચાલી રહ્યું છે?

સુલા વાઇનયાર્ડ્સ ગ્રે માર્કેટમાં હાલ તેજીના મુડમાં છે. શુક્રવારે તેનું ગ્રે માર્કેટ 40 રૂપિયાના પ્રીમિયમ પર હતું. અગાઉ મંગળવારે તેની જીએમપી 30 રૂપિયાના પ્રીમિયમ પર હતી. નાસિક સ્થિત સુલા વાઇનયાર્ડ્સ 31 માર્ચ, 2021 સુધીમાં ભારતની સૌથી મોટી વાઇન ઉત્પાદક અને વેચનાર કંપની છે. તેની પાસે RASA, Dindori, The Source, Satori, Madera અને Diya સહિતની લોકપ્રિય બ્રાન્ડ્સ છે.

શું સુલા આઈપીઓ ફાયદાકારક સોદો છે?

હવે તમારા ફાયદાની વાત છે, સુલા IPOને લઈને ગ્રે માર્કેટમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે થોડું આઘાતજનક છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી (સુલા આઈપીઓ જીએમપી) તેના આઈપીઓની કિંમત કરતાં રૂ. 34 ઉપર ચાલી રહ્યું છે. મતલબ કે તે શેરબજારમાં રૂ. 391 પર લિસ્ટેડ થવાની ધારણા છે, જેનો અર્થ છે કે લિસ્ટિંગના દિવસે શેરધારકો 9.52 ટકાનો નફો કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!