Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસરદાર પટેલ નર્મદા ટ્રેક : ટ્રેકિંગ એ પ્રકૃતિની પૂજા છે

સરદાર પટેલ નર્મદા ટ્રેક : ટ્રેકિંગ એ પ્રકૃતિની પૂજા છે

  • NCC ગૃપ વડોદરા દ્વારા યોજાયેલા સરદાર પટેલ નર્મદા ટ્રેક ઓર્ગનમાં વિવિધ પાંચ રાજ્યોના ૫૩૦ થી વધુ કેડેટ્સ અને સ્ટાફ જોડાયા

દેશના ભાવિમાં એકતા અને અનુશાસનનું સિંચન કરીને એક કુશળ અને સાહસિક યૌદ્ધા તૈયાર કરતી દેશની નેશનલ કેડેટ્સ કોપ્સ એટલે NCC. NCC ગૃપ વડોદરા દ્વારા તાજેતરમાં જ સરદાર પટેલ નર્મદા ટ્રેક ઓર્ગન યોજાયો હતો. જેમાં ગુજરાત સહિત દિલ્હી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા જુદા-જુદા ૬ રાજ્યોના ૫૩૦ થી વધુ કેડેટ્સ અને સ્ટાફ જોડાયા હતા. NCC ના જવાનોને ભારતરત્ન સરદાન વલ્લભભાઈ પટેલના ગતિશિલ નેતૃત્વની સમજ અને યાદ આપવા માટે “NCC સપ્તાહ” દરમિયાન ટ્રેકને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

     
NCC નો મોટો જ એની ખાસિયત છે, એકતા અને અનુસાશન એ NCC ની સાચી ઓળખ છે. કેડેટ્સમાં સમાજનો એક જવાબદાર નાગરિક બનાવવા, સાહસની આદત કેળવવા, વન્ય જીવન અને વનસ્પિત અને પ્રાણીસૃષ્ટિના પર્યાવરણની જાળવણી માટેની ચિંતાને આત્મસાત કરવા અને તેમને સ્થાનિક રીત-રિવાજો-પરંપરાઓ સાથે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો પરિચય કરાવવાના ઉદ્દેશ્ય સાથે પાંચ ગુજરાત બટાલિયન, સુરતના કમાન્ડિંગ ઓફિસર કર્નલ ઋષિકેશ સોની દ્વારા તા. ૨૯ મી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ આ ટ્રેકનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતુ. આ ટ્રેકમાં નર્મદા જિલ્લાના જુનારાજ ઇકોલોજિકલ રિઝર્વ ફોરેસ્ટના ૨૪ કિ.મી., કરજણ ડેમ ટ્રેકના ૧૫ કિ.મી. અને સુંદરપુરા ગામ અને પાછળનો ૧૦ કિ.મી. નો ટ્રેક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો સમાવેશ કરાયો હતો. તા.૨૭ મી નવેમ્બરથી તા.૦૬ ઠ્ઠી ડિસેમ્બર,૨૦૨૨ સુધી તબક્કાવાર આ ટ્રેકમાં દિલ્હીના ૧૦૬, ઉત્તરાખંડના ૧૦૬, મધ્યપ્રદેશન અને છત્તીસગઢના ૧૦૬, મહારાષ્ટ્રના ૧૦૬ અને ગુજરાતના ૧૦૬ મળી કુલ-૫૩૦ કેડેટ્સ અને સ્ટાફે ભાગ લીધો હતો. આ ઉપરાંત SOU ની એજ્યુકેશન ટુરમાં જંગલ સફારી, મેઝ ગાર્ડન વગેરેની પણ મુલાકાત કરવામાં આવી હતી. ઇવેન્ટ કેડેટ્સને નેતૃત્વના ગુણો વિકસાવવામાં, તેમની શારીરિક સહનશક્તિ, આત્મવિશ્વાસ અને જૂથ શિક્ષણની કસોટી કરવામાં મદદ કરશે. જે કેડેટ્સ માટે જીવન બદલવાનો અનુભવ બની રહેશે. આ શિબીરના અંતે કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી પોતપોતાના રાજ્યની સંસ્કૃતિ, લોકનૃત્ય, ગાયન સાથેની પ્રતિભાઓ પ્રસ્તૃત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!