ગુજરાતના કચ્છને જીયોપાર્ક તરીકે વિકસાવાય તો દુનિયાના વધુને વધુ વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રનો માર્ગ મોકળો બને તેવી સંભાવના જણાઈ રહી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય જી-20 સમિટ યોજવામાં આવનાર છે. જે અંગે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમિટમાં પ્રવાસન વિષય પર ખાસ ચર્ચા કરવામાં આવશે ત્યારે કચ્છમાં જીયો ટુરિઝમ વિકસાવવાના સંદર્ભે દુનિયાના 20 દેશોના ડેલીગેટ્સ સમક્ષ કચ્છનું ‘જીયોહેરિટેજ’ રજૂ કરવામાં આવશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જે ખૂબ મહત્વનું છે કચ્છ જિલ્લો 45,612 ચોરસ કિમી વિસ્તાર સાથે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. વધુ વિગતે જોતા કચ્છના પેટાળમાં સમૃદ્ધ ભૂસ્તર શાસ્ત્રીય વારસો છે જે નેશનલ જીયોપાર્ક તરીકે ઓળખાય છે.