સુરત શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજરોજ ફરીથી શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલ હીરાના કારખાના મકાન નંબર 3, 7 અને 8 ઓફિસ એમ ત્રણે ઓફિસમાંથી તસ્કરો ત્રાટકી કુલ 15 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે વરાછા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે ચોરીની સમગ્ર ઘટના ઓફિસમાં લગાવવામાં આવેલ CCTV ફૂટેજમાં કેદ થઇ ગઈ હતી. હાલ પોલીસે CCTV ફૂટેજ ના મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી બાજુ મહિધરપુરા વિસ્તારમાંથી પણ ચારથી પાંચ ઈસમો દ્વારા જ્વેલર્સના કારખાનામાંથી 18 કેરેટનો પિન્ક હીરો, 18 કેરેટનો યલો હિરો એમ કુલ 5.80.26 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે પણ મહિધરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




