ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલની ટીમને મોરોક્કોએ 1-0થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પોર્ટુગલ વર્લ્ડ કપમાંથી બહાર થતાંની સાથે જ રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. મોરોક્કોથી હાર બાદ રોનાલ્ડો પણ રડતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, મોરોક્કો સામેની મેચમાં, રોનાલ્ડોને શરૂઆતમાં મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો, જો કે તે ચોક્કસપણે બીજા હાફમાં મેદાન પર ઉતર્યો હતો પરંતુ આ ખેલાડી કઇ ખાસ કરી શક્યો નહોતો.
હાર બાદ રોનાલ્ડો ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી અને લખ્યું, વર્લ્ડ કપમાંથી બહાર થવું એ એક તૂટેલા સપના જેવું છે. પોર્ટુગલના કોચની ઘણી ટીકા થઈ હતી.
આ વચ્ચે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. રોનાલ્ડોના સમર્થનમાં વાત કરતા કોહલીએ લખ્યું કે, ‘તમે આ રમત માટે અને વિશ્વભરના સ્પોર્ટ્સ ચાહકો માટે જે કર્યું છે તેનાથી કોઈ ટ્રોફી અથવા કોઈપણ ટાઇટલ તમારા સામે કંઇ જ નથી. તમે લોકો પર જે અસર કરી છે અને જ્યારે અમે તમને મેદાનમાં રમતા જોઈએ છીએ ત્યારે હું અને વિશ્વભરના ઘણા લોકો શું અનુભવે છે તેનું કોઈ વર્ણન કરી શકતું નથી. તે ભગવાનની ભેટ છે. એક એવા માણસ માટે એક વાસ્તવિક આશીર્વાદ જે દરેક વખતે પોતાના દિલથી રમે છે. તમે મારા માટે સર્વકાલીન મહાન છો.’
‘એક મહાન ખેલાડી છો તમે’, રોનાલ્ડોનુ વર્લ્ડ કપ જીતવાનુ સપનું તૂટતા ભાવુક થયો કોહલી
RELATED ARTICLES