કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતેથી ઇ-એફ.આઇ.આરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જે ઇ-એફ.આઇ.આર થકી વાહન ચાલકો અને મોબાઈલ ચોરીની ઘટનાઓ અંગે તાત્કાલિક ઓનલાઈન ફરિયાદ નોંધાવતા થાય તે માટે ભરૂચ જીલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ઇ-એફ.આઇ.આર. અંગે જાગૃતિનો કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ એમિટી સ્કૂલ ખાતે વડોદરા ઇન્ચાર્જ રેન્જ આઇ.જી એમ.એસ.ભરાડાની અધ્યક્ષતામાં ઇ-એફ.આઇ.આર.અને સીટીઝન ફર્સ્ટ પોર્ટલ અંગે જાગૃતિનો સેમીનાર યોજાયો હતો

જેમાં વડોદરા ઇન્ચાર્જ રેન્જ આઇ.જી એમ.એસ.ભરાડાએ વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપ્યું હતું આ સેમિનારમાં જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ,શાળાના શિક્ષક પ્રકાસ મહેતા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.