- ભારતમાં વોડકા બ્રાન્ડ લોન્ચ કરવા કરી વિશ્વની સૌથી મોટી કંપની સાથે ભાગીદારી.
- બોલીવુડના કિંગ ખાન- શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પ્રીમિયમ વોડકા બ્રાન્ડના લોન્ચ સાથે બિઝનેસની દુનિયામાં ઝંપલાવશે
થોડા દિવસો પહેલા આર્યન ખાને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવાની જાહેરાત કરી હતી જેના પર તેને બધા એ અભિનંદન આપ્યા હતા. આર્યન ખાને ઘણીવાર તેના ફિલ્મ ડિરેક્શન અને રાઈટિંગના ઇંટ્રેસ્ટ વિષે વાત કરી છે.
આર્યન ખાને હાલમાં જ પોતે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવાનો છે તે વાત જાહેર કરી હતી અને અભિનંદન મેળવ્યા હતા ત્યારે હવે ૨૫ વર્ષીય આર્યન ખાને નવી જાહેરાત કરી છે. શાહરુખ ખાનના પગલે તેનો પુત્ર પણ દરેક ક્ષેત્રમાં નામ કરવા માંગે છે ત્યારે આર્યન ખાને હાલમાં જ વિશ્વની સૌથી મોટી દારૂ બનાવતી કમ્પની સાથે બિઝનેસ માટે ડીલ કરી છે અને આગામી દિવસોમાં તે ભારતમાં એક પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહ્યો છે.
આર્યન અને તેના બે ભાગીદારો – બંટી સિંઘ અને લેટી બ્લેગોએવા – એક પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની અને પછી તેને માર્કેટમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે, તેઓએ સ્લેબ વેન્ચર્સ નામની કંપની શરૂ કરી છે. વિશ્વની સૌથી મોટી બ્રૂઅર, Anheuser-Busch InBev (AB InBev) ની સ્થાનિક શાખા સાથે તેમણે ભાગીદારી કરી છે. સ્લેબ વેન્ચર્સ આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલિક ડ્રિંક્સ ઉપરાંત, વસ્ત્રો અને એસેસરીઝ સહિત અન્ય પ્રીમિયમ બ્રાન્ડ્સ સાથે વધુ વૈવિધ્યીકરણ કરવાની યોજના ધરાવે છે.