સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલુ ટેમ્પામાં મોપેડ સવાર યુવક ચડી ગયો હતો. અને ટેમ્પામાં ચડીને રોકડા રૂપિયા 2.16 લાખની બેગની ચોરી કરી અન્ય સાથી સાથે બાઈક ઉપર ફરાર થઈ ગયો હતો. ટેમ્પો ચાલકને અન્ય ટેમ્પો ચાલક એ જાણ કરતા જાણકારી મળી હતી. ઘટના અંગે ચાલકે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન આ ત્રણેય આરોપી સુરત ઉપરાંત ગાંધીનગર અમદાવાદ અને સુરતના રાંદેર અમરોલીમાં અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)