Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeSportsભારતીય મહિલા હોકી ટીમની સતત ત્રીજી જીત... દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું...

ભારતીય મહિલા હોકી ટીમની સતત ત્રીજી જીત… દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું…

ભારતીય મહિલા હોકી ટીમે FIH મહિલા નેશન્સ કપમાં દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું હતું.  બુધવારે પુલ-બી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને સતત ત્રીજી જીત મેળવી હતી. પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂકેલી ટીમે ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારત તરફથી દીપ ગ્રેસ એક્કા અને ગુરજીત કૌરે એક-એક ગોલ કર્યા હતા.

ભારતીય ટીમે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે પહેલા ક્વાર્ટરથી જ દક્ષિણ આફ્રિકાની ટીમ પર દબાણ બનાવી રાખ્યું હતું. ટીમ ઈન્ડિયાને તેનો ફાયદો 14મી મિનિટે મળ્યો હતો. દીપ ગ્રેસ એક્કાએ શાનદાર ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.

આ પછી બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારતે ચોથા ક્વાર્ટરમાં મેચ સમાપ્ત થવાની એક મિનિટ પહેલા જ વધુ એક ગોલ કર્યો હતો. 59મી મિનિટે ગુરજીત કૌરે બોલ ગોલ પોસ્ટમાં નાખ્યો હતો. ભારતે ગ્રુપમાં નવ પોઈન્ટ્સ મેળવ્યા છે. અગાઉ તેણે ચિલીને 3-1થી અને જાપાનને 2-1થી હરાવ્યું હતું.

આઠ ટીમોની ટૂર્નામેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રમોશન-રેલિગેશન સિસ્ટમમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ટુર્નામેન્ટની ચેમ્પિયનને 2023-24 FIH હોકી વિમેન્સ પ્રો લીગમાં પ્રમોટ કરવામાં આવશે. FIH હોકી વિમેન્સ પ્રો લીગ એ આગામી વર્ષની એશિયન ગેમ્સ અને 2024 પેરિસ ઓલિમ્પિક્સ પહેલા એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!