અંકલેશ્વરના પીરામણ ગામના વોટર વર્કસમાં ગતરોજ સાંજના સમયે પાણી ફિલ્ટરેશન પ્લાન્ટમાં ક્લોરીંન ગેસ સીલીન્ડર લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી આ અંગે ગામના ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર વિભાગમાં જાણ કરતા ડીપીએમસીના ફાયર ફાયટરો સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ગેસ સીલીન્ડર લીકેજને બંધ કર્યું હતું
આશરે ૭૦થી વધુ પૈકી બે બાળકોને ગેસની અસર
આ ઘટનાને પગલે વોટર વર્કસની બાજુમાં આવેલ પ્રાથમિક શાળાના બે બાળકોને ગેસની અસર થતા આંખોમાં બળતરા અને ખાંસી ઉપડી હોવાનું જાણવા મળ્યું છે ગેસ ગળતરની ઘટનાને પગલે સ્થાનીકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.