- માતાપિતાની સેવા માટે લગ્ન ન કર્યા,
- પોતાની મા બનવાની ઝંખના હતી તો IVFથી જોડિયા બાળકોને જન્મ આપ્યો.
આજના સમાજને ઍક બોધપાઠ આપતો કીસ્સો બન્યો હતો જેમાં દિકરી માતા પિતાની લાકડી બની માતાપિતાની સેવા માટે પોતે લગ્ન કર્યા ન હતા, તેમજ પોતાની મા બનવાની ઝંખના હતી તો આઇવીએફની મદદથી સુરતની અપરણિત યુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો સુરતનાં નાનપુરાના 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અનેક માટે પ્રેરણારૂપ સાબીત થઈ રહ્યાં છે
સુરતની આ યુવતીએ IVFની મદદથી જોડીયા બાળકોને જન્મ આપી માતા બની છે. કોઈ પણ મુરતીયા પસંદ ન આવતાં લગ્ન ન કરવાનો નિર્ણય લીધા બાદ તેને માતા બનવાની ઝંખના થઈ હતી. આખરે IVFની સારવાર બાદ બુધવારે જોડીયા બાળક-બાળકીને સિઝર દ્વારા જન્મ આપ્યો છે. પ્રતિષ્ઠીત દેસાઈ પરિવારના 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અને તેમના મોટા બહેન માટે માતા-પિતા યોગ્ય પાત્ર શોધતા હતા. જે ન મળતા તેમજ માતા-પિતાની પણ સારસંભાળ લઈ શકે અને દીકરીઓ દીકરા સમાન બની સેવા કરી શકે તે માટે બંને બહેનોએ આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો. મોટી બહેન રૂપલ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ દુબઈ સ્થાઈ થઈ છે અને ડિમ્પલ એન્જિનિયર બની માતા-પિતા સાથે રહે છે. પણ સ્ત્રી હોય એટલે માતૃત્વની ઝંખના હૃદયમાં જીવંત હોય જ. આખરે ડિમ્પલે મહત્વનો નિર્ણય કર્યો અને IVFની મદદથી સિંગલ મધર બનવાનું નક્કી કર્યું. સ્વાભાવિક રીતે સામાજિક દ્વષ્ટિએ આ નિર્ણય ખુબજ પડકારજનક હતો છતાં મક્કમ મને નાણાવટની સાંઈ-પુજા હોસ્પિટલનો સંપર્ક કરી ડો. રાજીવ પ્રધાન અને ડો. રશ્મી પ્રધાનના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરાવી. 2 સાયકલના પ્રયાસ બાદ ડિમ્પલ ગર્ભવતી થઈ અને આ બુધવારે પ્રસુતી થઈ હતી. જેમાં 1 બાળક અને 1 બાળકીને જન્મ આપ્યો છે. ડિમ્પલના આ નિર્ણય વિધવા, ત્યકતા તેમજ અપરણીત મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.