બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની વિધિ યોજાતા સામૂહિક ધર્મ પરિવર્તન કરાયુ હતું. જે અંગે વિગતે જોતા તાજેતરમા પોરબંદરના ધર્મગુરુએ ધર્મ પરિવર્તનની વિધિ પાર પાડતા ચકચાર મચી ગઇ હતી બાલાસિનોરમાં સામૂહિક ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોરબંદર થી આવેલા ધર્મગુરુ દ્વારા નડિયાદ, આણંદ, બાલાસિનોર અને પંચમહાલ જિલ્લામાંથી આવેલા 45 લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યા ની બાબત સપાટી પર આવી છે.બાલાસિનોરમાં આવેલ હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર થી આવેલા બોદ્ધધર્મના ધર્મગુરુ ભંતે પ્રજ્ઞારત્ન થોરોની હાજરીમાં બાલાસિનોર નગરના રોહિતવાસના 7, મહીસાગર, ખેડા અને પંચમહાલ જિલ્લાના મળી કુલ 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરી લીધું હતું. જે અંગે ધર્મ પરિવર્તન કરનાર કમલેશ માહ્યાવંશી એ જણાવ્યુ કે ધર્મપરિવર્તન માટે અમે નિયત નમુના ફોર્મમાં મહીસાગર કલેક્ટરને લેખિત અરજીઓ કરી હતી. એક મહિના અગાઉ અમે અરજી કરી હતી. પરંતુ કાયદામાં જોગવાઈ છે કે અરજી કર્યાના એક મહિના સુધી કોઈ જવાબ ન મળે તો અમને પરમિશન મળ્યા બરાબર છે. એટલે અમારે અરજી કર્યાને એક મહિનો થઈ ગયો હોઈ અમે અમારી મરજી મુજબ પરિવર્તન કર્યુ છે.