- ડો. મનોજ ચૌધરી, પ્રોફેસર આઈઆઈ ટી, જોધપુર, ગતિ શક્તિ યુનિવર્સિટી, વડોદરાના વાઇસ ચાન્સેલર રહેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અશ્વિની વૈષ્ણવ માનનીયમંત્રી રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સરકાર ને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરાના ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અશ્વિની વૈષ્ણવ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ હશે.
તેમજ રાષ્ટ્રપતિ દ્વારા આઈઆઈ ટી જોધપુરના ઇલેકટ્રીકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અને ઇન્ટરનેશનલ એલ્યૂમિનાઈ અને કોર્પોરેટ રિલેશન્સના ડીન ડૉ મનોજ ચૌધરીને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરાના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડો. ચૌધરી હાલમાં ભારત સરકારના ટેલિકોમ વિભાગના 6G ટાસ્ક ફોર્સના આમંત્રિત સભ્ય, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સેમિકન્ડક્ટર લેબોરેટરીની મેનેજમેન્ટ કાઉન્સિલના સભ્ય અને જોધપુર ડિસ્કોમ બોર્ડના ડિરેક્ટર પણ છે.સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ 2009 મુજબ, ડૉ. ચૌધરીની કાર્યકાળ હોદ્દો સંભાળ્યાની તારીખથી આગામી 5 વર્ષ માટે રહેશે.




