નર્મદા જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી ગેરકાયદેસર હેરાફેરીની પ્રવૃતિને ડામવા તથા માદક પદાર્થોની હેરાફેરીને નેસ્તો નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ઇન્ચાર્જ એસ.ઓ.જી.નાઓને બાતમી આધારે માહીતી મળેલ કે, મહારાષ્ટ્ર તરફથી એક આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ પોષ ડોડાની બોરેઓ લઇને જાય છે. જેવી બાતમીના આધારે સાગબારા જુના આર.ટી.ઓ. ચેક પોસ્ટ આગળ નાકાબંધી દરમ્યાન બાતમીવાળો આઇસર ટ્રક નં. એચ.આર. ૭૩ ૪૯૯૭ નો કેસરી કલરનો ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા પોલીસને સરખો જવાબ ન મળતા પોલીસે ચેકીંગ કરી આ તમામ આરોપી પાસે થી ૩૮.૩૨ લાખના અફીણ પોષડોડા સહિત ટેમ્પો સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. અને વધુ તપાસ હાથ ધરી છે.
નર્મદા LCB અને SOG એ સાગબારાના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી અફીણ સહિત ટેમ્પો મળી કુલ રૂ. ૩૮.૩૨ લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા…
RELATED ARTICLES




