ભરૂચના હિંગલ્લા ચોકડીથી સિતપોણ,ટંકારીયા ગામ તરફ જવાના માર્ગ પહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ ખાતે કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચ તાલુકાના પીપલિયા ગામના ઝવેર ગોપાલ ફળિયામાં રહેતા જશું નારસંગ રાઠોડના પિતરાઈ ભાઈ જગદીશ પટેલનો પુત્ર ૨૦ વર્ષીય સ્મિત જગદીશ પટેલ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.ડી.ઈ. ૫૧૮૫ લઇ ભરૂચના હિંગલ્લા ચોકડીથી સિતપોણ,ટંકારીયા ગામ તરફ જવાના માર્ગ પહેલા પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સ્મિત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




