અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની વિઝન સ્કુલ રોડ ઉપર આવેલ ખુશ હાઈટ્સમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી 3.50 લાખ ભરેલ બેગની ચીલ ઝડપ કરી ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા.
મૂળ પાલનપુરના વેડંચા ગામના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પાર્ક-૧માં રહેતા હરેશ શંકર પટેલ વર્ણી એન્ટર પ્રાઈઝમાં ટ્રેડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ૩જી ઓગસ્ટના રોજ બોમ્બેથી આવેલ રૂપિયા રૂપિયા ૩.૫૦ લાખ લેવા માટે પ્રતિન ચોકડી સ્થિત સિલ્વર પ્લાઝામાં મહેશભાઈ શોમાભાઈ આંગણિયા પેઢી ખાતે ગયા હતા જેઓ રૂપિયા લઇ પ્રતિન ઓવર બ્રીજ થઇ પોતાના ઘરે ગયા હતા અને ત્યાંથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની વિઝન સ્કુલ રોડ ઉપર આવેલ ખુશ હાઈટ્સમાં ફ્લેટ જોવા માટે પત્ની અને બાળકો સાથે ગયા હતા

પાર્ક કરેલ કારનો કાચ તોડી રૂ.3.50 લાખ ભરેલ બેગની ચીલ ઝડપ
એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોતાની કાર નંબર-એમ.એચ.૪૭ ક્યું.૭૬૪૩ પાર્ક કરી ફ્લેટ જોવા ગયા હતા તે દરમિયાન ગઠિયાઓએ તેઓની કારના ડ્રાઈવર સાઈટનો કાંચ તોડી બેગમાં રહેલ રૂપિયા ૩.૫૦ લાખની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયા હતા ચીલ ઝડપ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર શંકાસ્પદ ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.