અફશિન ઇસ્માઇલ ઘાદેરજાદેહને ત્રણ વર્ષના બાળકના કપડા પહેરાવાય છે. અફશિન ઇસ્માઇલ ઘાદેરજાદેહએ વિશ્વના સૌથી ઊંચાઇવાળી વ્યક્તિ બનવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તેની ઊંચાઈ ફક્ત બે ફૂટ અને એક ઇંચ છે અને વજન ૬.૫ કિલોગ્રામ છે. વીસ વર્ષના યુવાનને વિશ્વની સૌથી ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આ ઇરાની યુવાનનું શરીર એકદમ નબળું હોવાથી તે મોબાઇલ પણ ઉપાડી શકતો નથી.
અફશિન ઇસ્માઇલ ઘાદેરજાદેહનો જન્મ થયો ત્યારે તેનું વજન ૭૦૦ ગ્રામનું હતું. તે ઇરાનના અઝરબૈજાન પ્રાંતના બુકાન પરગણાનો રહેવાસી છે. તેણે જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં તેને તેનું નામ આવવાની આશા ન હતી. કોલંબિયાના ૨.૭ ઇંચના ૩૬ કિલોગ્રામ વજનના એડવર્ડ નિનો હર્નાન્ડેઝનો રેકોર્ડ તોડયો છે. તેનો મોટાભાગનો સમય કાર્ટૂન જોવામાં જાય છે. તેનું પ્રિય કાર્ટૂન ટોમ એન્ડ જેરી છે. તેને વિશ્વની સૌથી ઠીંગણી વ્યક્તિનું ગિનીઝ ટાઇટલ મળતા તેણે આનંદ વ્યક્ત કર્યો હતો.