સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપર પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી-20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રમત વીરોને પ્રોત્સાહિત કર્યા હતા. રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીને લઈ ખેલાડીઓમા ઉત્સાહ જોવા મળ્યૉ હતો. હર્ષ સંઘવીએ પીચ ઉપર બેટિંગ કરી રમત વીરોનો ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે આપણે જયારે ક્રિકેટ રમતા હોઈએ છીએ ત્યારે આખા ટીમની નજર બેસ્ટમેન ઉપર હોય છે. કારણકે બેસ્ટમેન કઈ દિશામાં બોલને ફટકારશે તે ટીમનું ભવિષ્ય નક્કી કરે છે. અને જ્યારે બોલર બોલિંગ કરતો હોય ત્યારે તે તેમની નજર બોલર ઉપર હોય છે. કારણકે બોલર કઈ કઈ રીતે બેસ્ટમેનને આઉટ કરશે તે મેચનું ભવિષ્ય નક્કી કરે છે. આજ રીતે બનાસટીમ દ્વારા કોઈપણ સોશિયલ વર્કની શરૂઆત થઇ એ પૂરી થઈ જતી હોય છે. પરંતુ ત્યારબાદ ફરી આખા વર્ષ દરમિયાન કોઈપણ કાર્ય નહીં થાય અને ફરીથી બનાસ ટ્રોફીનું મળવું એ યોગ્ય નથી. અને એક ટીમ તરીકે બનાસ આગળ વધવું જોઈએ.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)




