19 ડિસેમ્બરે એટલે કે આજે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં (Gandhinagar) રહેશે. તમામ ધારાસભ્યોની શપથવિધીનું આયોજન કરવામાં આવ્યુ છે. વિધાનસભાના હાઉસ આવેલા છે ત્યાં જ શપથવિધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા.
19 ડિસેમ્બરે એટલે કે આજે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રહેશે. તમામ ધારાસભ્યોની શપથવિધીનું આયોજન કરવામાં આવ્યુ છે. વિધાનસભાના હાઉસ આવેલા છે ત્યાં જ શપથવિધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રોટેમ સ્પીકર આ તમામને શપથ લેવડાવશે.સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકર એટલે કે ધારાસભ્યોમાં જે સિનીયર હોય છે,તે આ શપથવિધી કરાવે છે. એટલે આજે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ ધારાસભ્યોની શપથવિધી કરાવશે.
વડોદરાની માંજલપુર બેઠક પરથી સતત 8 વાર ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકેનું પદ સંભાળી ધારાસભ્યોને સોગંદ લેવડાવશે. તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે વિજેતા થયેલા 182 ઉમેદવારોને પદના કર્તવ્ય નિષ્ઠાના સોગંદ લેવડાવશે.
યોગેશ પટેલની પ્રોટેમ સ્પીકર તરીકે શપથવિધી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.