Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuch26 મહિનાથી માત્ર નર્મદાનું નીર પી 3200 કિ.મી નર્મદા પરિક્રમા કરતા અનોખા...

26 મહિનાથી માત્ર નર્મદાનું નીર પી 3200 કિ.મી નર્મદા પરિક્રમા કરતા અનોખા સંત..

  • 20 ડિસેમ્બરના રોજ ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ ખાતે કરશે પધરામણી
  • પ્રકૃતિનું જતન એ જ નીર્ધાર

અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા કરતા સંત દાદા ગુરુ નર્મદા નદીના પાણીની શક્તિ સાથે કિનારે આવેલ આશ્રમો,મઠોમાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે સંદેશો આપી રહ્યા છે તેઓ ભરૂચ જિલ્લામાં પ્રવેશી ચુક્યા છે અને તા. 20 ના રોજ ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવ કજાતે પધરામણી કરશે.

ભારત વર્ષની એક માત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે તેવી ગુજરાતની ગંગા સમાન નર્મદા નદીનું પાણી અમૃત છે જે સાબિત કરવા દાદા ગુરુ 26 મહિનાથી ફક્ત નર્મદાના નીર પી નર્મદા પરિક્રમા કરતા હાલ 3200 કિમીની પરિક્રમા કરી રહ્યા છે. ગત તારીખ-8મી નવેમ્બરે ઓમકારેશ્વરથી શરૂ થયેલી પરિક્રમા ભરૂચના સંગમ અમરકંટક થઇ ફરી ઓમકારેશ્વરમાં પૂર્ણ થશે. તેઓ હાલમાં ભરૂચ જિલ્લામાં છે. અને તેઓ ભરૂચ જિલ્લાના વિવિધ આશ્રમો ખાતે ફરી રહ્યા છે. પ્રકૃતિનું જતન એ તેઓનો ઉદ્દેશ્ય છે.નદીઓ પૈસાથી નહીં પણ પ્રયાસોથી બચશે માં નર્મદા સેવા પરિક્રમા કરતા આ સંતે નોંધ્યું છે કે ગુજરાતમાં નર્મદાના કિનારે એવો કોઈ ઘાટ નથી જ્યાં ગંદકી ન હોય, નદીઓ પૈસાથી નહીં પણ પ્રયાસોથી બચશે તેમ તેઓનું માનવું છે.માં નર્મદાનાં પાણીમાં કેટલી શક્તિનો સંદેશ આપવા અન્નત્યાગ નર્મદા માતાનું નીર નીર નથી પરંતુ સંજીવની સમાન છે દાદા ગુરુ પાસે ના તો આશ્રમ છે. ના તો કોઈ જુદી ધાર્મિક વિચારધારા. તેઓ માં નર્મદાના કિનારાને મઠ અને તેની આસપાસના વૃક્ષો અને પર્વતોને મૂર્તિ માને છે.

માં નર્મદાનાં પાણીમાં કેટલી શક્તિ છે તેનો સંદેશ આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને નર્મદાના પાણી પર જ જીવી રહ્યા છે. તેઓ બે વર્ષ અને બે મહિના કરતાં પણ વધુ સમયથી માત્ર માં નર્મદાનું પાણી પી રહ્યા છે તેમ છતાં દાદા ગુરુ સ્વસ્થ છે.પ્રકૃતિની નજીક રહીશું તો તે આપમેળે જ આપણને બચાવશે દાદાગુરુતેઓનું માનવું છે કે આ નર્મદા માતાના પાણીની શક્તિ છે. જો આપણે પ્રકૃતિની નજીક રહીશું તો તે આપમેળે જ આપણને બચાવશે.આપણે પાણી, માટી, પહાડ અને વૃક્ષની પૂજા અમસ્તા જ નથી કરતા. આ આપણી સંસ્કૃતિ છે, ભગવાન છે. એક તરફ આપણે મા નર્મદાની પરિક્રમા કરીએ છીએ અને બીજી તરફ પ્લાસ્ટિકનો કચરો તેના કિનારે જ ફેંકીએ છીએ. પ્રકૃતિનું જતન એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ નર્મદા માતાની પરિક્રમા કરીને જ સંદેશ આપવા બહાર આવ્યો છું. તેઓ કહે છે કે હું માતાના પાણીની શક્તિનું જીવંત ઉદાહરણ છું.’ માં નર્મદાનો આ પરિક્રમા માર્ગ પોતે જ જીવન જીવવાની એક કુદરતી કળા છે. તે આધ્યાત્મિક અભ્યાસ અને જીવનચક્રને ઓળખવાનો માર્ગ છે. તે સામાન્ય માણસને મહાપુરુષ અને નરને નારાયણ બનાવે છે.એક વ્યક્તિ એક વૃક્ષ પણ વાવે તો કેટલા વૃક્ષો બનશે દાદાગુરુનર્મદા નદીનાં શુધ્ધિકરણ અંગે દદગુરૂ એ જણાવ્યુ કે આપણે નર્મદાની પૂજા માટે દર વર્ષે લાખો નારિયેળ ચઢાવીએ છીએ. એક નારિયેળની કિંમત રૂ. 25 છે. શું આ નારિયેળ એક છોડ ન હોઈ શકે? બીજું, દર વર્ષે અઢી લાખથી વધુ ભક્તો માં નર્મદાની પરિક્રમા કરે છે. જો એક વ્યક્તિ એક વૃક્ષ પણ વાવે તો કેટલા વૃક્ષો બનશે? ત્રીજું, મા નર્મદાના કિનારે સેંકડો મંદિરો, મઠો અને આશ્રમો છે. જો અહીંથી પ્રસાદી તરીકે વૃક્ષો અપાય, તો કોણ આ પ્રસાદી નહિ લે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security