ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશની સામે 22 ડિસેમ્બરથી મીરપુરમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં નહિ રમે. તેમનો અંગૂઠો હજુ પણ પૂરી રીતે ઠીક નથી થયો. ક્રિકબઝે સોમવારે પોતાના એ રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે રોહિત ઢાકા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ભાગ નહિ હોય. તેમની જગ્યાએ વાઇસ કેપ્ટન કેએલ રાહુલ જ પહેલી ટેસ્ટ મેચની જેમ બીજી ટેસ્ટ મેચમાં પણ કેપ્ટનશિપ કરશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી ગુરુવારે ઢાકામાં ટેસ્ટ મેચ રમાનારી છે. બે ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ ટેસ્ટ રમાનારી છે. આ પહેલા સિરીઝમાં ભારતે ચટગાંવ ટેસ્ટ જીતીને 1-0 થી સરસાઈ મેળવી લીધી છે. જોકે આ દરમિયાન બીજી ટેસ્ટ પહેલા રોહિત શર્માને લઈને સમાચાર સારા આવી રહ્યા નથી. રોહિત શર્માને હજુ પણ ઈજામાં સંપૂર્ણ રાહત મળી શકી નથી.
રોહિત શર્મા ઢાકા ટેસ્ટમા નહી રમે, ઈજામા રાહત નહી હોવાનો રિપોર્ટ
RELATED ARTICLES




