વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એક વખત 196 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે.મોટાભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ કરી પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે.આ તમામ વિદ્યાર્થીઓ વિરુદ્દ યુનિવર્સિટીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર લીક હોય કે પછી પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ચોરીનો મામલો સામાન્ય બની રહ્યો હોય એમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીની દરેક પરીક્ષાઓમાં સતત વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાઈ રહ્યા છે. તેવી જ રીતે આજરોજ ફરી એક વખત યુનિવર્સિટીની વિવિધ કોર્ષની પરીક્ષામાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે.મોટાભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ કરી પરીક્ષામાં કોપી કરતા પકડાયા છે.આ તમામ વિદ્યાર્થીઓ વિરુદ્દ યુનિવર્સિટીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે ને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવ જણાવ્યું કે, આ કોઈ મોટી ઘટના નથી. આ ઘટના થતી જ હોય છે. અને આમાં સતત વિદ્યાર્થીઓ પકડાતા હોય છે. અમને એવી ઘટનાઓ સામે આવી હતી કે કેટલાક વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ, માઈક્રો ઝેરોક્ષ લઈને બેઠો હોય છે. પરંતુ જ્યારે આવા કિસ્સાઓ અમારી સમક્ષ આવતા હોય છે. જે તે કોલેજ યુનિવર્સિટીને આ બાબતે જાણ કરતી હોય છે.
આ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન જે તે વિદ્યાર્થીઓ પકડાતા હોય છે.
વધુમાં જણાવ્યુંકે, આ મામલે અમારી સ્કોડ પરીક્ષાના સમયે જે તે કોલેજોમાં અચાનક મુલાકાત કરતી હોય છે. અને આ માટે અમે મહિલા સ્કોડ પણ બનાવી છે. અને આ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન જે તે વિદ્યાર્થીઓ પકડાતા હોય છે. અને વિદ્યાર્થીઓને કાયદેસરની કરવાની શૂન્ય માર્કથી લઈને એકથી બે વર્ષની સજા જો કોઈ ગંભીર મામલો હોય તો જે તે વિદ્યાર્થીને પાંચ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.