અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-૩ ક્રિકેટ મેચની લીગ મેચની બે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં શુભ ઇલેવન તો 35 પ્લસની ફાયનલમાં સી.કે.ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો
અંકલેશ્વર ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,ઉદ્યોગપતિઓ અને રમત પ્રેમી જનતા દ્વારા દર વર્ષે જી.સી.એલ ક્રિકેટ મેચ ઓકસનથી યોજાયા છે જે આ વર્ષે પણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જી.સી.એલ-૩ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ જી.સી.એલ-૩ ક્રિકેટ મેચ જી.આઈ.ડી.સી. અને ભડકોદ્રા ગામના ખેલાડીઓ જ ભાગ લેતા હોય છે આ લીગ મેચ પોઈન્ટના આધારે રમાડવામાં આવે છે.જેમાં ૩૫ પ્લસના ખેલાડીઓ માટે અલગ ક્રિકેટ મેચ પણ રમાડવામાં આવે છે ગતરોજ રાતે રતન બદસ અને શુભ ઇલેવન વચ્ચે ફાઈનલ રમાઈ હતી તો ૩૫ પ્લસ માટે સી.કે. ઇલેવન અને પપ્પુ ઇલેવન વચ્ચે ફાઈનલ વચ્ચે રમાઈ હતી આ ફાઈનલ મેચમાં રતનએ 68 રન ટાર્ગેટ આપ્યો હતો જે લક્ષાંક પીછો કરતા શુભ ઇલેવન 8 વિકેટથી ભવ્ય જીત મેળવી હતી જયારે ૩૫ પ્લસ લીગ મેચમાં સીકે ઇલેવને ૧૧૬ રનનો લક્ષાંક આપ્યો હતો જેનો પીછો કરતા પપ્પુ ઈલેવન આઠ ઓવરમાં ૭૮ રન જ બનાવી શકી હતી જેથી 38 રનથી સીકે ઈલેવનનો ભવ્ય વિજય થયો હતો આ જી.સી.એલ.-૩માં વિજેતા શુભ ઇલેવન અને સીકે ઈલેવનને ટ્રોફી તેમજ ઇનામ આપવામાં આવ્યું હતું જયારે રનર અપ રતન બદસ અને પપ્પુ ઈલેવન પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તો મેન ઓફ મેચ અને સિરીઝ સુનિલ પટેલ,બેસ્ટ બોલર ભરત પટેલ,બેસ્ટ કીપર સુમિત ઉર્ફ છોટુ,બેસ્ટ બેટ્સમેન સુમિત શુકલાને ટ્રોફી આપી હતી આ જી.સી.એલ-૩ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ.આઈ.એ.ના પ્રમુખ જશુ ચૌધરી,ક્રિકેટર કશયબ પ્રજાપતિ અને પીયૂષ ભુદ્ધદેવ, દિનેશ પટેલ તેમજ ચેરમેન વિમાલ જેઠવા,ઉદ્યોગપતિ સંદીપ વિઠલાણી સહીત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.