વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં એજ્યુકેટ ફર્સ્ટ ક્લાસીસના નામે ટ્યુશન કલાસ ચલાવતા શિક્ષક પ્રશાંત ખોસલે એ પોતાના ક્લાસીસમાં આવતી એક 15 વર્ષીય કિશોરીને નશાયુક્ત પીણું પીવડાવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે અડપલા કર્યા હતા. કિશોરી જયારે ઘરે પહોંચી ત્યારે તે લથડીયા ખાતા ખાતા ઘરે પહોંચી હતી તેણીના માતા પિતાએ તેણીને પૂછતાં તેને કોઈ હોશ ના હતો અને તેને વોડકા પીવડાવી હોવાનું જણાવ્યું હતું. જો કે હેબતાઈ ગયેલી કિશોરી તેની સાથે શું થયું છે તે બયાન કરી શકી ન હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-06-at-12.34.59-PM-1-1024x584.jpeg)
પ્રાથમિક તબક્કે કિશોરીના પરિવારજનોએ ટ્યુશન ક્લાસીસના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. અને તેની વિરુદ્ધ પોક્સોની કલામ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-06-at-12.35.00-PM-1-1024x561.jpeg)
જો કે આ બનાવ બાદ પોલીસે પુનઃ એકવાર રાત્રે 9 કલાકથી ટ્યુશન બંધ રાખવાનું જાહેરનામું અમલ કરવાની શરૂઆત કર્યું છે. અને તમામ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને રાત્રી ટ્યુશન બંધ રાખવા સૂચના આપી દેવામાં આવી છે.