Published by : Rana Kajal
- ડબલ રોલમાં રણવીર સિંહ જોવા મળશે..
23 ડિસેમ્બરે થિયેટરોમાં ફિલ્મ સર્કસ રિલીઝ થવાની છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે, અશ્વિની કાલસેકર, મુકેશ તિવારી, જોની લીવર, વરુણ શર્મા, વિજય પાટકર, સિદ્ધાર્થ જાધવ, સુલભા આર્યા જેવા મોટાં સ્ટાર છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ એક કેમિયો છે. આ હિન્દી સિનેમાની આ પહેલી મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેને સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ લગભગ 2800 થી 3200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આ મલ્ટિસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકે છે કે નહીં…
‘સર્કસ’ની વાત કરીએ તો તેનું નિર્માણ રોહિત શેટ્ટી પ્રોડક્શન અને ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડીઝ અને વરુણ શર્મા પણ છે. ફિલ્મમાં રણવીર સાથે વરુણ શર્મા પણ ડબલ રોલમાં છે. ફિલ્મમાં અજય દેવગન અને દીપિકા પાદુકોણનો કેમિયો છે. દીપિકાએ ‘કરંટ લગા રે’ ગીતમાં રણવીર સાથે જોવા મળી રહી છે, જેણે દર્શકોને પહેલેથી જ પ્રભાવિત કર્યા છે.ફિલ્મ ‘સર્કસ’ની વાર્તા 1982માં સંજીવ કુમાર અને દેવેન વર્માની ફિલ્મ ‘અંગૂર’ પરથી લેવામાં આવી છે. આ ફિલ્મ શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર આધારિત છે.