મુસાફરોની સુવિધા અને વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે બાંદ્રા-બિકાનેર, રાજકોટ-ગુવહાટી અને ગોરખપુર-બાંદ્રા માટે વિશેષ ભાડા પર શિયાળાની વિશેષ ટ્રેનો ચલાવશે. બાંદ્રા બિકાનેર માટે 12 ટ્રીપ, રાજકોટ-ગુવહાટી માટે 4 ટ્રીપ અને ગોરખપુર બાંદ્રા માટે 1 ટ્રીપ દોડાવશે.
બાંદ્રા ટમનસ-બિકાનેર જંકશન સ્પે. બાંદ્રા ટમનસથી દર રવિવારે 19:25 કલાકે ઉપડશે. ટ્રેન 25 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી ચાલશે.એ જ રીતે બીકાનેરથી દર શનિવારે 12:15 કલાકે ઉપડશે.
રાજકોટ-ગુવાહાટી સ્પે. ટ્રેન શનિવારે રાજકોટથી 13:15 કલાકે ઉપડશે. બુધવારે ગુવાહાટીથી 09:00 કલાકે ઉપડશે.
ગોરખપુર-બાંદ્રા ટમનસ સ્પે.ગુરુવાર 22 ડિસેમ્બર,ના રોજ 08:30 કલાકે ગોરખપુરથી ઉપડશે અને બીજા દિવસે 16:25 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે.