ભારત એક એવો દેશ છે કે જ્યા તમને રોજ કાંઈક ને કાંઈક નવુ જોવા મળે. ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના સોલાપુરમાં જોવા મળ્યો છે. અહી મહારાષ્ટ્રના કુંવારા યુવકો ઘોડે બેસીને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. તેમા કારણ જાણી તમને નવાઈ લાગશે. મહારાષ્ટ્રના કિસ્સામાં એવું છે કે આ કુંવારાઓને કન્યા મળતી નથી. એટલે આ કુંવારાઓની જાન નીકળી હતી અને સરકારને અપિલ કરી કે અમને કન્યા નથી મળતી, અમારા માટે કન્યા તો શોધી આપો. આ કુંવારા આંદોલનકારીઓએ કહ્યું કે રાજ્યમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે અમારા લગ્ન થઈ રહ્યા નથી. એટલે અમે સરકારને અપિલ કરવા આવ્યા છીએ કે અમને કન્યા નથી મળતી, અમારા માટે કન્યા તો શોધી આપો.
રાજ્યમાં છોકરીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. જેના કારણે તેઓના લગ્ન થતા નથી.
કુંવારા યુવાનોએ કન્યા માટે સરકાર પાસે માંગણી કરી છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કેટલાક યુવાનો લગ્ન ન થવાથી પરેશાન છે. જેથી યુવકોએ સાથે મળી અનોખું આંદોલન શરૂ કર્યુ છે. આ યુવાનો વરરાજાના વાધા પહેરી અને સાથે ઢોલ-નગારા લઈ ઘોડી પર બેસીને વરઘોડો કરી રેલી યોજી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં કુંવારા યુવાનોનું કહેવું છે કે લગ્ન માટે છોકરીની શોધ ચાલી રહી છે, પરંતુ રાજ્યમાં છોકરીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. જેના કારણે તેઓના લગ્ન થતા નથી. એટલે સરકાર પાસે તેઓએ યુવતીની શોધ કરવા માટેની માંગણી કરી હતી.
આંદોલનકારી યુવાનોએ સ્ત્રી-પુરુષનો અસમાન રેશિયાનો મુખ્ય મુદ્દો ઉઠાવ્યો
કુંવારા આંદોલનકારી યુવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં તેમણે કુંવારા છોકરાઓ માટે દુલ્હન શોધવાની પણ માંગ કરી છે. આ વિશેષ પ્રકારના આંદોલનકારીઓએ કહ્યું કે અમને લગ્ન કરવા માટે છોકરી મળી રહી નથી તો સરકાર અમને મદદ કરે. સરકાર અને પ્રશાસન અમને કન્યા શોધવા માટે મદદ કરે તે માટે અપિલ કરી છે. આ આંદોલનકારી યુવાનોએ તેમના પત્રમાં સ્ત્રી-પુરુષનો અસમાન રેશિયાનો મુખ્ય મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રમાં સ્ત્રી-પુરુષના રેશિયામાં સુધારો કરવા માટે પ્રી-કન્સેપ્શન અન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ (PCPNDTએક્ટ)ના કડક અમલ માટે માંગણી કરી. આ સાથે પરેશાન યુવાનો લગ્ન ન થવાથી કલેક્ટર કચેરી સામે બેસીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે લગ્ન ન થવાને કારણે અમારા માતા-પિતા પણ પરેશાન છે. તેઓનું કહેવું છે કે છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના આટલા મોટા અંતર માટે સરકાર જવાબદાર છે