Published by : Rana Kajal
- IPL-2023 માટે ખેલાડીઓની હરાજીમાં 10 ટીમોએ ભાગ લીધો
- ટીમો દમદાર ખેલાડીઓ પર બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે
આજે કોચ્ચીમાં ઈન્ડિયન પ્રિમીયર લીગ-2023 (IPL-2023)ના મિની ઓક્શનનું આયોજન થઈ રહ્યું છે. આ ઓક્શનમાં કુલ 405 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આ ઓક્શનમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આઈપીએલ-2023ના ઓક્શનમાં કયા ખેલાડીની કેટલા રૂપિયામાં હરાજી થઈ અને ખેલાડી કંઈ ટીમમાં જશે, જુઓ સંપૂર્ણ યાદી…
- એન. જગદીશન (ભારત) – 90 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- શ્રીકર ભારત (ભારત) – 1.20 કરોડ, ગુજરાત ટાઇટન્સ (બેઝ પ્રાઈસ – 20 લાખ)
- ઉપેન્દ્ર યાદવ (ભારત) – 25 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ – 20 લાખ)
- યશ ઠાકુર (ભારત) – 45 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- વૈભવ અરોરા (ભારત) – 60 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- શિવમ માવી (ભારત) – 6 કરોડ, ગુજરાત ટાઇટન્સ (બેઝ પ્રાઈસ 40 લાખ)
- સનવીર સિંહ (ભારત) – 20 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- નિશાંત સિંધુ (ભારત) – 60 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- વિવરાંત શર્મા (ભારત) – 2.60 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- સમર્થ વ્યાસ (ભારત) – 20 લાખ, સનરાઇઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- શેખ રાશિદ (ભારત) – 20 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ (બેઝ પ્રાઈસ 20 લાખ)
- મયંક માર્કેન્ડે (ભારત) – 50 લાખ, સનરાઇઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ 50 લાખ)
- આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ) – 2 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
- ઈશાંત શર્મા (ભારત) – 50 લાખ, દિલ્હી કેપિટલ્સ (બેઝ પ્રાઈસ 50 લાખ)
- ઝાઈલ રિચર્ડસન (ઓસ્ટ્રેલિયા) – 1.5 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (બેઝ પ્રાઈસ 1.50 કરોડ)
- રિસ ટોપલી (ઇંગ્લેન્ડ) – 1.90 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બેઝ પ્રાઈસ – 1.90 કરોડ)
- જયદેવ ઉનડકટ (ભારત) – 50 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ (બેઝ પ્રાઈસ 50 લાખ)
- હેનરિક ક્લાસેન (દક્ષિણ આફ્રિકા) – 5.25 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ – 1 કરોડ)
- ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ) – 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ (બેઝ પ્રાઈસ – 2 કરોડ)
- નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ) – 16 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ (બેઝ પ્રાઈસ – 2 કરોડ)
- બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – 16.25 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (બેઝ પ્રાઈસ – 2 કરોડ)
- કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા) – 17.50 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (બેઝ પ્રાઈસ – 2 કરોડ)
- જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડિઝ) – 5.75 કરોડ, રાજસ્થાન રોયલ્સ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
- સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) – 50 લાખ, પંજાબ કિંગ્સ (બેઝ પ્રાઈસ 50 લાખ)
- ઓડિયન સ્મિથ (વેસ્ટ ઈન્ડિઝ) – 50 લાખ, ગુજરાત ટાઇટન્સ (બેઝ પ્રાઈસ – 50 લાખ)
- સેમ કુરન (ઇંગ્લેન્ડ) – 18.50 કરોડ, પંજાબ કિંગ્સ (બેઝ પ્રાઈસ – 2 કરોડ)
- અજિંક્ય રહાણે (ભારત) – 50 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ (બેઝ પ્રાઈસ – 50 લાખ)
- મયંક અગ્રવાલ (ભારત) – 8.25 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ – 1 કરોડ)
- હેરી બ્રુક (ઇંગ્લેન્ડ) – 13.25 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈસ – 1.5 કરોડ)
- કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) – 2 કરોડ, ગુજરાત ટાઇટન્સ (બેઝ પ્રાઈસ – 2 કરોડ)
ઈંગ્લેન્ડનો ખેલાડી IPLના ઈતિહાસનો સૌથી મોઘો ખેલાડી બન્યો
આ IPL ઓક્શનમાં ઈંગ્લેન્ડના ખેલાડી સેમ કુરને સૌને આકર્ષ્યા હતા. શરૂઆતમાં કુરનની બોલી બે કરોડથી શરૂ થઈ હતી જોકે અંતે કુરનની રૂપિયા 18.50માં હરાજી થઈ હતી. કુરનને પંજાબની ટીમે ખરીદ્યો હતો. આમ સેમ કુરન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
કંઈ ટીમ પાસે કેટલા નાણાં અને સ્લૉટ્સ ?
- સનરાઇઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ (13 સ્લોટ્સ)
- પંજાબ કિંગ્સ – 32.2 કરોડ (7 સ્લોટ્સ)
- લખનૌ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ (10 સ્લોટ્સ)
- મુંબઈ ઈન્ડિયન્સ – 20.55 કરોડ (9 સ્લોટ્સ)
- ચેન્નાઈ સુપર કિંગ્સ – 20.45 કરોડ (7 સ્લોટ્સ)
- દિલ્હી કેપિટલ્સ – 19.45 કરોડ (5 સ્લોટ્સ)
- ગુજરાત ટાઇટન્સ – 19.25 કરોડ (7 સ્લોટ્સ)
- રાજસ્થાન રોયલ્સ – 13.2 કરોડ (9 સ્લોટ્સ)
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 8.75 કરોડ (7 સ્લોટ્સ)
- કોલકાતા નાઈટ રાઈડર્સ – 7.05 કરોડ (11 સ્લોટ્સ)