Published by : Rana Kajal
ટીમ ઇન્ડિયા માટે એક સાર સમાચાર આવ્યા છે, બુમરાહ અને જાડેજા બંને ફીટ થઇ ગયા છે અને બંને ફરીથી ટીમમાં રમતા દેખાશે. ઇન્જરીના કારણે રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર થઇ ગયેલા પણ ખુબ જલ્દી બંને ભારતીય સ્કવોડમાં પાછા આવશે.
ભારતીય ક્રિકેટ ટીમનું આ વર્ષનું શિડ્યુલ પૂરું થઈ ગયું છે. ભારતીય ટીમ માટે વર્ષ 2022 ખાસ્સું ઉતાર-ચડાવ વાળું રહ્યું. આ વર્ષે ઘણા સ્ટાર પ્લેયર્સ ઇન્જરીના કારણે ટીમની બહાર રહ્યા જેના લીધે એશિયા કપ અને વર્લ્ડ કપમાં ભારતે ઘણું નુકસાન વેઠવું પડ્યું. આ પ્લેયર્સના નામમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનું નામ સૌથી મોખરે છે. આ બંને ખેલાડીઓનું આખું વર્ષ ઇન્જરીના કારણે લગભગ બરબાદ થઈ ગયું હતું. ભારતીય ટીમ હવે આવતા વર્ષે એટલે કે વર્ષ 2023માં આગામી મેચ રમશે. ભારત, શ્રીલંકાની સામે મેચથી આવતા વર્ષની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T-20 સીરીઝ આગામી 3 જાન્યુઆરી અને ત્રણ મેચોની વન-ડે આગામી 10 જાન્યુઆરીથી શરુ થશે.