Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratરખડતા પશુઓની સમસ્યાનો અસરકારક ઉકેલ…

રખડતા પશુઓની સમસ્યાનો અસરકારક ઉકેલ…

  • લસકાણા પાસે 23 હજાર મી.માં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવાશે….

ગુજરાત રાજયના લગભગ તમામ નગરોખાતે રખડતા પશુઓની સમસ્યા જણાઈ રહી છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ઍક અસરકારક ઉકેલ મળી ગયો હોય તેમ સૂરત નજીક લસકાણા ખાતે રખડતા ઢોરો માટે હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે સુરત શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા લસકાણાના ખરસદ ખાતે પાલિકા 23 હજાર મીટરમાં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવશે. જે અંગે પાલિકાએ સરકાર પાસે જગ્યાની માંગણી કરી છે. જ્યાં 60-60 ફૂટ ના શેડ બનાવી ભાડે થી અપાશે, ચારો-ખોરાક પશુપાલકોએ પુરો પાડવાનો રહેશે એટલુ જ નહીં પશુ માટે દવાખાનું પણ બનશે. પશુ હોસ્ટેલ અંગે વિગતે જોતા ​​​​​​જુદા જુદા શેડમાં માલઘારી ઓના પશુઓને ભાડેથી રખાશે ઢોરો માટે દવાખાનું,પાણી,ખાતર ની વ્યવસ્થા ,દુધ દોહવા માટેની સુવિધાહશે. પશુ હોસ્ટેલ માટે પીપીપી ધોરણે કોઈ એજન્સી આગળ આવે તો આપી દેવાશે એમ જાણવા મળેલ છે.

માલધારીઓએ સમયે સમયે પોતાના ઢોરોને ચારો-ખોરાક આપવાનો રહશે. હાલતો હોસ્ટેલ માટે સરકાર પાસે જગ્યા માંગવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન ઉકેલાઈ તે માટે પાલિકા આયોજન કરી રહી છે. પશુઓના સરવે બાદ ટેગિંગ ઝડપથી ચાલી રહ્યું છે. લસકાણા, વરિયાવ, કતારગામમાં રખડતા ઢોરોને રાખવા વધુ કેપેસિટીના ઢોર ડબ્બાઓ સાકાર કરાશે આ માટે જગ્યા નક્કી કરવામાં આવી રહી છે. સાથે જ મહત્ત્વપૂર્ણ એનિમલ હોસ્ટેલનું આયોજન કરવા સરકાર પાસે જગ્યા માંગવામાં આવી છે. એમ સુરત મહા નગર પાલીકાના કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security