બોલિવૂડનો ‘દબંગ’ એક્ટર સલમાન ખાન આજે 57 વર્ષનો થઇ ગયો છે. ફિલ્મ ‘બીવી હો તો એસી’ થી સલમાન ખાને અભિનયની શરૂઆત કરી હતી. ‘મેને પ્યાર કિયા’થી રાતો રાત બન્યો સલમાન ખાન સુપરસ્ટાર બન્યો. બોલિવૂડમાં તેની પહેલી પ્રમુખ ભૂમિકા સૂરજ બડજાત્યાની રોમેન્ટિક ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ હતી. આ ફિલ્મ તે સમયે સર્વાધિક કમાણી વાળી ફિલ્મમાંથી એક હતી. સલમાન ખાનને ‘મેને પ્યા કિયા’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સલમાન ખાન ઘણી વખત તેનાં ઇન્ટરવ્યૂમાં કહી ચુ્કયો છે તેને હિટ થયા બાદ તેને ઘણાં મહિનાઓ સુધી કામ નહોતુ મળ્યું. કારણ કે ભાગ્યશ્રીએ નિર્ણય લીધો હતો કે તે ફક્ત તેનાં પતિ સાથે કામ કરશે. જોકે આ બાદ સલમાન ખાને તેનાં કરિઅરમાં ક્યારેય પાછળ વળીને જોયુ નથી.
સલમાન ખાનની વર્ષગાંઠના ખાસ અવસર પર તેનાં ચાહનારાઓ તેનાં મિત્રો અને પરિવારની હાજરીમાં તેને વધામણાં આપી રહ્યાં છે. બોલિવૂડમાં 30 વર્ષથી વધુ સમય સુધી એક્ટિંગ કરી રહ્યો છે. સલમાન ખાન પણ હજુ સુધી તેનો જાદુ અકબંધ છે. 57ની ઉંમરમાં પણ તેનાં નામે ફિલ્મ ચાલે છે. કોઇ ફિલ્મમાં તેનું હોવું તેનાં હિટની ગેરંટી હોય છે. 27 ડિસેમ્બર 1965નાં મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં જન્મેલાં સલમાન ખાનનાં ચહિતાઓ ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં છે. પોતાનાં સમયનાં પ્રખ્યાત ફિલ્મ રાઇટર સલીમ ખાન અને તેની પહેલી પત્ની સુશીલા ચરક ઉર્ફે સલમાનો તે મોટો દીકરો છે. સલમાન ખાનનું આખુ નામ અબ્દુલ રશીદ સલમાન ખાન છે. તેનાં બે ભાઇઓ અરબાઝ અને સોહેલ ખાન છે. અને બે બહેનો અલવીરા અને અર્પિતા છે.
કરોડોની સંપત્તિનાં માલિક- સલમાન ખાને તેનાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેની પહેલી ફિલ્મની કમાણી માત્ર 75 રૂપિયા હતી. માત્ર 75માં કામ શરૂ કરતાં જ આજે સલમાન કરોડોમાં કામ કરી રહ્યો છે. અને આજે સૌથી મોંઘા ભારતીય એક્ટરમાંથી એક રહ્યો છે. ભારતનાં ઘણાં શહેરમાં તેનાં નામે ઘણી સંપત્તિ છે. તેનો પોતાનો એક બ્રાન્ડ છે. જે બીઇંગ હ્યુમનનાં નામથી ચાલે છે. જે ઘણું પોપ્યુલર પણ છે.




