Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeSportsશ્રીલંકા સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, ટી-20 ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યાના હાથમાં...

શ્રીલંકા સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, ટી-20 ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યાના હાથમાં…

Published by : Rana Kajal

શ્રીલંકા સામે રમાનારી 3 મેચની ટી-20 સિરિઝ અને 3 વનડે સિરિઝ માટે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટી-20 સિરિઝમાં ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આ સિરિઝમાં પસંદ કરવામાં આવ્યા નથી. રોહિત શર્મા ઈજા સામે લડી રહ્યો છે તો મીડિયા રિપોર્ટસ મુજબ વિરાટ કોહલીએ આરામ માંગ્યો છે. ત્યારે કેએલ રાહુલના લગ્ન થવાના છે, તેથી તે આ ટી20 સિરિઝમાં રમશે નહીં. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને વનડે સિરિઝમાં કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

ટી-20 સિરિઝ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારે સૂર્યકુમાર યાદવને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંડ્યાને આ સિવાય વનડે ટીમમાં વાઈસ કેપ્ટન તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ઋષભ પંત માટે આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. પંતને વનડે અને ટી-20 બંને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ટી20 શ્રેણી માટેની ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ-સુકાની), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security