Wednesday, May 13, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBOLLYWOODરણવીર સિંહ એક હિટ ફિલ્મની શોધમાં તેલગુ રીમેક પર ઉતારી પસંદગી....

રણવીર સિંહ એક હિટ ફિલ્મની શોધમાં તેલગુ રીમેક પર ઉતારી પસંદગી….

ઉપરાછાપરી નિષ્ફળ ફિલ્મોને લીધે નાસીપાસ થઈ ગયેલો રણવીર સિંહ એક સુનિશ્ચિત હિટ ફિલ્મની શોધમાં છે. આ માટે તેણે એક તેલુગુ સુપરહિટની રિમેક પર પસંદગી ઉતારી હોવાનું કહેવાય છે. 

રણવીરની ગયાં વર્ષના અંતે આવેલી ‘૮૩’ ટિકિટબારી પર નિષ્ફળ ગઈ હતી. તે પછી આ વર્ષે આવેલી ‘જયેશભાઈ જોરદાર’ તથા ‘ સરકસ’ એ બંને ફિલ્મોનો ભારે ધબડકો થયો છે. તેને લીધે રણવીરની કારકિર્દી ડામાડોળ થઈ ગઈ છે. હવે તે એક એવી ફિલ્મની શોધમાં છે જેમાં સફળતાની ગેરન્ટી મળે. 

આ માટે તેણે એક તેલુગુ રિમેક પર નજર દોડાવી છે. રવિ તેજાની ‘ક્રેક’ નામની તેલુગુ મૂવી ૨૦૨૧માં રજૂ થઈ હતી. તેમાં રવિ તેજા સાથે શ્રુતિ હસનની પણ ભૂમિકા હતી. આ ફિલ્મમાં એક ગેંગસ્ટર અને એક પોલીસ અધિકારીની લડાઈની વાર્તા છે. મૂળ તેલુગુ ફિલ્મનું દિગ્દર્શન કરનારા ગોપીચંદ મલીનેનીને જ આ હિંદી વર્ઝનનું ડિરેક્શન સંભાળવા કહેવામાં આવ્યું છે. રણવીર પાસે આવતાં વર્ષે રિલીઝ થનારી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ઉપરાતં સંજય લીલા ભણશાળીની ‘બૈજુ બાવરા’ આ બંને હાથ પર છે. જોકે, રણવીર એ ઝડપી મસાલા હિટ ફિલ્મની શોધ કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security