- ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બુધવારે કોંગ્રેસના 138 માં સ્થાપના દિવસની ધ્વજ લહેરાવી સ્લામી આપી ઉજવણી કરાઈ હતી.
કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1855 માં મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્ફુત કોલેજ ખાતે કરવામાં આવી હતી. કોંગ્રેસે દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સાથે જ દેશની અખંડિતતા અને એકતા જાળવવામાં પણ કોંગ્રેસનો સિંહફાળો રહ્યો છે.આજે બુધવારે કોંગ્રેસના 138 માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપસિંહ માંગરોલા, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ, ઝુંબેર પટેલ સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સલામી આપી હતી.
