Publised by : Anu Shukla
- ઓસ્ટ્રેલિયામાં ભારતના છ હજારથી વધુ ઉત્પાદનોની નિકાસ પર કોઈ ડ્યુટી નહીં
- આ કરાર લગભગ પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 45-50 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવામાં મદદ કરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વચગાળાનો મુક્ત વેપાર કરાર (FTA)આજથી અમલમાં આવશે. તેના કારણે ઓસ્ટ્રેલિયામાં ભારતના છ હજારથી વધુ ઉત્પાદનોની નિકાસ પર કોઈ ડ્યુટી નહીં લાગે. 2 એપ્રિલ, 2022ના રોજ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
તેનાથી હજારો ઘરગથ્થુની વસ્તુઓ જેમ કે કાપડ, ચામડા વગેરે માટે ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. નિકાસકારોના જણાવ્યા અનુસાર, આ કરાર લગભગ પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 45-50 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવામાં મદદ કરશે.
ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટથી શ્રમ ક્ષેત્રોને મોટો ફાયદો થશે જેમ કે, કાપડ અને વસ્ત્રો, કૃષિ અને માછલી ઉત્પાદનો, ચામડા, ફૂટવેર, ફર્નિચર, રમતગમતનો સામાન, જ્વેલરી, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સામાન ટેક્સટાઇલ, સહિતના 6,000 થી વધુ ક્ષેત્રોના ભારતીય નિકાસકારોને ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ પ્રદાન કરશે. ECTA પર 2 એપ્રિલના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારતને પહેલા દિવસથી જ લાભ મળશે: FIEO
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ જણાવ્યું હતું કે, “આ કરાર અમલીકરણના પહેલા દિવસથી જ આપણા માટે મોટી તકો પ્રદાન થઇ શકશે. FTA હેઠળ, ઑસ્ટ્રેલિયા પહેલા દિવસથી મૂલ્ય દ્વારા લગભગ 96.4 ટકા નિકાસ માટે ઝીરો-ડ્યુટી ઍક્સેસ ઓફર કરી છે. આમાં ઘણા ઉત્પાદનોનો સમાવેશ થાય છે જેના પર ઓસ્ટ્રેલિયા હાલમાં પાંચ ટકા સુધીની કસ્ટમ ડ્યુટી લાદે છે.




