Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપોસ્ટ ઓફિસમાં જવા લેવી પડે છે ટિકિટ આવું એકમાત્ર ગુજરાતમાં થાય છે…..

પોસ્ટ ઓફિસમાં જવા લેવી પડે છે ટિકિટ આવું એકમાત્ર ગુજરાતમાં થાય છે…..

Published by :Vanshika Gor

“ઘાટ કરતા ઘડામણ વધી” આ ગુજરાતી કહેવત કદાચ તમે ક્યાંક સાંભળી જ હશે. પરંતુ આ જ કહેવત યથાર્થ થઈ છે પાલનપુરના રેલ્વે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસમાં. જી હા પાલનપુરના રેલ્વે સ્ટેશન પર આવેલું પોસ્ટ ઓફિસ એ કદાચ દેશનું પ્રથમ એવું પોસ્ટ ઓફિસ હશે કે જ્યાં 50 પૈસાનું પોસ્ટકાર્ડ કે પોસ્ટને લગતી અન્ય કોઈપણ કામગીરી અર્થે પોસ્ટ ઓફિસમાં પ્રવેશવું હોય તો લેવી પડે છે ₹10 ની પ્લેટફોર્મ ટિકિટ. કયા કારણોસર આવું થઈ રહ્યું છે.

કેમ લોકોને કારણવગર લૂંટાવું પડી રહ્યું છે આવો જોઈએ.પોસ્ટ ઓફિસ સુધી જવાનો એક જ માર્ગ રેલવે સ્ટેશન છે
પોસ્ટ ઓફિસમાં પ્રવેશવા પ્લેટફોર્મ ટિકિટ ચૂકવવી પડે આ વાક્ય સાંભળીને કદાચ તમને આશ્ચર્ય તો થયું જ હશે. પણ હા આ વાત સાચી છે, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રેલ્વે સ્ટેશન પર આવેલું રેલ્વે મેઈલ સર્વિસની પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરવા માટેના તમામ માર્ગો બંધ થઈ જતા હવે આ પોસ્ટ ઓફિસમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર થઈને જ પ્રવેશી શકાય છે અને તેને જ કારણે રેલવેના નિયમો અનુસાર પ્લેટફોર્મ ટિકિટ લેવી જ પડે છે. અને એટલે જ આ પોસ્ટ ઓફિસના કામ અર્થે આવતા પોસ્ટના ગ્રાહકોનું પોસ્ટનું કામ મોંઘુ બન્યું છે..


પોસ્ટ અધિકારીએ પણ સ્વીકાર્યું કે ગ્રાહકો આવતા નથી ગ્રાહક દિનેશભાઈ કહે છે કે, અમારે પોસ્ટ ઓફિસના કામમા આવતા મુશ્કેલી પડી રહી છે. આવું કેમ તે જાણીએ. તો અન્ય નાગરિક સિતાબ કાદરીએ જણાવ્યું કે, પોસ્ટના કામ માટે રેલવે પોસ્ટ ઓફિસ જવા પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે, જે વાજબી નથી. આ નિયમ બદલાવો જોઈએ. તો સાથે જ પોસ્ટ અધિકારી સમીરભાઈ ઘસુરા પણ સ્વીકારે છે કે, આ પોસ્ટ ઓફિસમાં પ્લેટફોર્મ ટિકિટ હોવાથી અમારા ગ્રાહકો તૂટ્યા છે. લોકો અહી સુધી આવતા નથી.


કર્મચારીઓને પણ લેવી પડે છે પ્લેટફોર્મ ટિક્ટ મહત્વની વાત છે કે આ મોંઘીદાટ પોસ્ટ ઓફિસનો ભોગ માત્ર ગ્રાહકો જ નહિ, પરંતુ અહીં સર્વિસ કરી રહેલા જે સ્ટાફ છે તેમને પણ પાર્કિંગના પણ અલગથી પૈસા ચૂકવવા પડી રહ્યા છે તો રેલ્વે દ્વારા આપેલું ટોકન જો પોસ્ટના કર્મચારી ઘરે ભૂલી જાય તો તેમને પણ આ જ પ્લેટફોર્મ પરથી પસાર થવાનો ચાર્જ ચૂકવવો પડે છે.જોકે પોસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ માર્ગને લઇ પોસ્ટ વિભાગે અગાઉ અનેકવાર રેલવે વિભાગને રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે રોષે ભરાયેલા ગ્રાહકો અત્યારે તો રેલવે અને પોસ્ટ વિભાગ સંકલનમાં રહી પોસ્ટ ઓફિસમાં આવવાનો કોઈ માર્ગ ફાળવે અથવા તો આ પોસ્ટ ઓફિસ ને રેલવે સ્ટેશનથી બહારના ભાગમાં ખસેડવામાં આવે તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!