- પ્રમુખ સ્વામી નગરથી આવતી લકઝરી બસે ફોર્ચ્યુંનરકારને અડફેટે લીધી
નવસારી નજીક હાઇવે ઉપર અંક્લેશ્વરની અત્રી કેમિક્લસના કર્મચારીઓને અક્સ્માતનડયો હતો.પ્રમુખ સ્વામી નગરથી આવતી લકઝરી બસે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ફોર્ચ્યુંનરમા સવાર અંક્લેશ્વરના ૯ વ્યકિતઓના મોત નીપજયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ અકસ્માતમાં ૩૨ વ્યકિતઓને ઇજાઓ પહોંચી…. આજ રોજ વહેલી સવારે પુરપાટ ઝડપેવલસાડથી ભરૂચ જતી fortuner કારને નવસારી હાઇવે પાસે અકસ્માત નડયો હતો. વહેલી સવારે કારના ચાલકને જોકુ આવી ગયું હોવાના કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સુધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જેને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે તે અથડાઈ હતી.

સામેના ટ્રેક પર પરથી અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સાથે અથડાતા ઘટના સ્થળે 7 અને સારવાર દરમિયાન બેના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા વહીવટી તંત્રને પોલીસ તંત્રએ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર લક્ઝરી બસ સાથે અથડાતા દરમિયાન બસના ડ્રાયવરને પણ હાર્ટ એટેક આવ્યો હતો. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે જેઓ અમદાવાદ ખાતે BAPSના પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમમાંથી પરત ફરતા વેળાએ અકસ્માત સર્જાયો હતો.



મૃતકોના નામ :
- નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
- જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
- જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ (પરિણીત)
- ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
- જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ (પરિણીત)
- મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
- નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
- પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ(પરિણીત)
- ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ (લક્ઝરી બસનો મુસાફર)




