જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્રે અનંતનાગના પહલગામમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડર આમિર ખાનના ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. આ મકાન સરકારી જમીન પર કબજો કરીને બનાવવામાં આવ્યું હતું.
અધિકારીઓનું કહેવું છે કે, લિવર પહલગામમાં ગુલામ નબી ખાન ઉર્ફે આમિર ખાનના ઘરની દિવાલ તોડી પાડવામાં આવી છે. આમિર આતંકવાદી સંગઠનનો ઓપરેશનલ કમાન્ડર છે જે 90ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (પીઓકે)ને પાર કરી ગયો હતો અને ત્યાંથી ઓપરેટ કરી રહ્યો છે.આ પહેલા અમજીદના ઘર પર ચાલ્યુ હતુ બુલડોઝર આ પહેલા પુલવામાના રાજપોરા વિસ્તારમાં હાજન બાલાના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આશિક અહેમદ નેંગરુ ઉર્ફે અમજીદનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ આતંકવાદીએ પણ સરકારી જમીન પર અતિક્રમણ કરીને ઘર બનાવ્યું હતું. નેંગરુ સામે આર્મ્સ એક્ટ હેઠળ ઘણા કેસ નોંધવામાં આવ્યા છે જે હાલમાં ફરાર છે, અને તેને ભારતની સુરક્ષા માટે જોખમ તરીકે ઓળખવામાં આવે છે.
આતંકવાદ સામે ઝિરો ટોલરન્સની નીતિ આ અગાઉ જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ અને સુરક્ષાને લઈને બેઠક બોલીવી હતી. આ દરમિયાન શાહે સુરક્ષા ગ્રિડના કામકાજ અને સુરક્ષા સાથે સબંધિત તમામ પેહલુઓની વિસ્તૃત સમીક્ષા તરફ આતંકવાદ પ્રતિ ઝિરો ટોલરન્સની નીતિનું પાલન કરવા માટે આવશ્યક દિશા-નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રીએ કહ્યું કે, સામાન્ય માણસની ભલાઈ માટે આતંકવાદી-અલગતાવાદી ઝુંબેશને સહાયતા, ઉશ્કેરણી અને ટકાવી રાખનારા તત્વ સાથેની આતંકની સિસ્ટમને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જરૂર છે.