દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની લાડલી જાન્હવી કપૂર છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના એક્સ-બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી રહી છે. આ વચ્ચે ચર્ચા તો એવી પણ ચાલી રહી હતી કે બંને ફરી એકવાર રિલેશનશિપમાં છે. તો થોડા દિવસ પહેલાં બંને રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની રોકા પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. પાર્ટીની અંદરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામા શેર કરવામાં આવી રહી છે, જેમાં જાન્હવી તેના બોયફ્રેન્ડ શિખર અને મિત્ર ઓરી સાથે જોવા મળે છે. ઓરહાને પણ જાન્હવી અને શિખર સાથેના ફોટા શેર કર્યા છે. જ્યારે જાન્હવી ગુલાબી સાડીમાં પાર્ટીમાં પહોંચી ત્યારે શિખરે ગેટ પર જ તેનું સ્વાગત કર્યું હતું,

જાન્હવી અને શિખર ફરી એકવાર રિલેશનશિપમાં જાન્હવી અને શિખર ફરીથી રિલેશનશિપમાં છે. થોડા મહિના પહેલાં બંનેએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું, ત્યાર બાદ બંનેએ નક્કી કર્યું હતું કે તેઓ ફરી એકવાર તેમના સંબંધોને તક આપવા માગે છે. થોડા દિવસ પહેલાં જાન્હવી અને શિખરે નક્કી કર્યું કે તેઓ એકબીજાના પ્રેમમાં છે. જોકે જાન્હવીએ હજુ સુધી આ બાબતે કોઈ જ રિએક્શન આપ્યું નથી.
કરણના શોમાં ફરી એકવાર જાન્હવી અને શિખરે સંબંધનો કર્યો હતો સ્વીકાર ‘કોફી વિથ કરન 7’માં જાન્હવી ગેસ્ટ તરીકે આવી હતી, ત્યાર બાદ તેણે તેના અને શિખરના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. એ સમયે આ પ્રેમીપંખીડાંની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જોકે થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તો થોડા સમય પહેલાં જાન્હવી અને શિખર ફરી એકવાર ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યાં હતાં, જે પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંનેએ પેચઅપ કર્યું છે.