Published by : Anu shukla
કોરોના મહામારીએ અનેક વિપરીત અસરો પહોંચાડી છે. ત્યાં કોરોના મહામારીના પગલે બ્રિટન જેવા વિકસિત દેશોમાં પિતા સંતાનોની વધુ નજીક આવ્યાં હોવાનુ સર્વેમાં જણાયું છે. બ્રિટનમાં કોરોના પછી ઘરમાં રહેનાર પિતાની સંખ્યા 34 ટકા વધી હોવાનુ જણાયું છે. પિતા નોકરી છોડીને બાળકોને સમય આપી રહ્યા છે
પિતા તેમની જોબનો 37 ટકા જેટલો સમય વર્ક ફ્રોમ હોમમાં પસાર કરી રહ્યા છે ઘરમાં રહેનાર પિતાની સંખ્યામાં એક તૃતીયાંશનો વધારો થયો છે. ઘરમાં રહેનાર નવ પૈકી એક પેરેન્ટ પિતા છે, જ્યારે કોવિડ પહેલાં રેશિયો 14 પૈકી એક હતો. પોતાના પરિવારની કાળજી માટે ઓફિસ છોડનાર પિતાની સંખ્યામાં 34 ટકાનો વધારો થયો છે.
2022માં જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે એક લાખ 41 હજાર પિતા નોકરી છોડીને ઘરે પરિવારની સાથે રહે છે. બીજી બાજુ 2019માં આ આંકડો એક લાખ પાંચ હજારનો હતો. કોવિડ પ્રતિબંધ બાદ નોકરી કરનાર પિતાના જીવનમાં સૌથી મોટા ફેરફાર આવી રહ્યા છે. બ્રિટનમાં તમામ પિતા પોતાનાં બાળકોની દેખરેખ રાખવામાં સમય ગાળે છે, તે 2015 બાદ આશરે 18 ટકા વધી ગયો છે. જે દરરોજ સરેરાશ 47 મિનિટથી વધીને 2022માં 55 મિનિટ થઇ ગયો છે. તારણ મુજબ બ્રિટનમાં 2019ની સરખામણીમાં ઓક્ટોબર 2022માં પારિવારિક કારણોથી જોબનો હિસ્સો નહીં રહેનાર પુરુષોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો થયો છે. જ્યારે મહિલાઓની સંખ્યામાં 16 ટકાનો ઘટાડો થયો છે. કોવિડ બાદ નોકરી કરતા પિતાએ બાળકોની કાળજી પહેલાં કરતાં વધારે લીધી છે. ઓએનએસના આંકડા મુજબ, 2014-15માં માતાઓએ પિતાની તુલનામાં બાળકોની કાળજીમાં 86 ટકા વધારે સમય વિતાવ્યો હતો, જે માર્ચ-એપ્રિલ 2020માં ઘટીને 13 ટકા રહી ગયો છે. બાળકોની સાથે સમય વિતાવવા માટે કેટલાક પુરુષો વર્ક ફ્રોમ હોમ કરી ચૂક્યા છે.બાળકો-પિતાની વચ્ચે ઇમોશનલ કનેક્શન વધ્યું આનાથી બાળકો અને પિતાની વચ્ચે ઇમોશનલ કનેક્શનમાં વધારો થયો છે, પિતાએ બાળકોની સંભાળના હકારાત્મક પાસા પર ધ્યાન આપ્યું છે. આવી સ્થિતિમાં જોબની જગ્યાએ હવે તેઓ બાળકોને સ્કુલ લઇ જવામાં અને તેમને ભોજન કરાવવામાં વધારે ખુશી અનુભવી રહ્યા છે.