Published by : Anu Shukla
- અગાઉ 21 ઓગસ્ટે અમૂલ દ્વારા કિલો ફેટે 20 રૂપિયાનો વધારો અપાયો હતો.
પશુપાલકોને દૂધના ભાવમાં વધારો મળતાં ફાયદો થયો છે. અગાઉ મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો પાસેથી દૂધ ખરીદના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે આણંદની અમૂલ ડેરીએ પશુપાલકોને ફાયદો કરાવ્યો છે. અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી દૂધની ખરીદીમાં કિલો ફેટે 20 રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે.
અમૂલ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલો નવો ભાવ વધારો પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. પશુપાલકોને ભેંસના દૂધના અગાઉ 760 મળતાં હતાં જે હવે 780 રૂપિયા મળશે. બીજી બાજુ ગાયના દૂધની ખરીદીમાં પણ અમૂલ ડેરી દ્વારા 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી પશુપાલકોને ગાયના દૂધના વેચાણમાં 356.60 રૂપિયા મળશે. જે અગાઉ 345.50 રૂપિયા મળતાં હતાં.
અમૂલ દ્વારા 21 ઓગસ્ટે પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો હતો. એ સમયે પશુપાલકોને ભેંસના દૂધમાં અગાઉ ફેટ દીઠ રૂ.740 મળતાં હતાં જે વધીને રૂ.760 કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂ.336.40 હતો. જે નવો ભાવ વધીને 340.90 કરાયો છે. જે બીજા સંઘોની તુલનામાં સૌથી વધુ ભાવ છે. જન્માષ્ટમી પૂર્વે કરવામાં આવેલ આ નવો ભાવ 21ઓગસ્ટથી અમલમાં આવશે.