Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratરાજ્યમાં સૌથી વધુ પેટન્ટ ધરાવતી જીટીયુ એક માત્ર યુનિવર્સિટી બની...

રાજ્યમાં સૌથી વધુ પેટન્ટ ધરાવતી જીટીયુ એક માત્ર યુનિવર્સિટી બની…

જીટીયુએ 200 પેટન્ટ રજિસ્ટર કરાવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 161 પેટન્ટ મળી ચૂકી છે. રાજ્યમાં સૌથી વધુ પેટન્ટ ધરાવતી જીટીયુ એક માત્ર યુનિવર્સિટી બની હોવાનો દાવો કરાયો છે. આ સાથે જ અત્યાર સુધીમાં જીટીયુના 23 વિદ્યાર્થી પેટન્ટ એજન્ટ બની ચૂક્યા છે, જે આવનારા સમયમાં પેટન્ટ લેનારી વ્યક્તિને મદદ કરી શકશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓને પેટન્ટ એજન્ટની પરીક્ષાની તૈયારી કરાવાઈ હતી, જેને પરિણામે આ વર્ષે 10 વિદ્યાર્થી પાસ થયા છે, જેને કારણે રાજ્યમાં માન્ય પેટન્ટ એજન્ટની સંખ્યામાં વધારો થયો છે.

દેશભરમાં પાસ 2972 વિદ્યાર્થીમાંથી જીટીયુના 10

2022માં ભારતીય પેટન્ટ ઓફિસ દ્વારા યોજાયેલી પેટન્ટ એજન્ટની પરીક્ષામાં 7718 ઑનલાઇન અરજીઓ મળી હતી. જેમાંથી 2972 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. જે પૈકીના જીટીયુ પીજીડીઆઈપીઆર કોર્સના 10 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.

આટલા વિષયો પર પેટન્ટ ફાઇલ કરાઈ

  • લોટમાંથી ગ્લુટેન જાણવાની પદ્ધતિ
  • દવામાં પ્લાસ્ટિકના પેકિંગનું પ્રમાણ
  • ગાયમાં થતા આંચળનો રોગ માટેની જેલ
  • ડિઝાઇન એપ્લિકેશન
  • વિવિધ પ્રોડક્ટ ડિઝાઇન
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security