- કોઇ જાનહાનિ નહિ
- ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
વડોદરાના સરદાર એસ્ટેટ પાસે પાર્ક કરેલ કારમાં અએકાએક આગ ભભુકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
વડોદરાના સરદાર એસ્ટેટ પાસે પાર્ક કરેલી આઇ 20 કારમાં આજરોજ એકાએક આગ લાગી હતી. આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગતા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મ્ળ્યા હતા. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગાડી ભડ ભડ સળગી ઉઠી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામા આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગ ના બનાવને લઈને લોક ટોળાં પર સ્થળ પર એકત્ર થયા હતા. જૉ કે આગને પગલે કોઇ પણ જાનહાનિ નહિ થતા સૌ કોઇએ રાહત અનુભવી હતી.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)