- તા. 14 થી 29 માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાશે…
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023માટે ધોરણ 10અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે..ધોરણ 10ની પરીક્ષા તા.14 માર્ચથી શરુ થઇ તા 28માર્ચના રોજ પુર્ણ થશે. તેવીજ રીતે ધોરણ 12 વિજ્ઞાનની પરીક્ષા તા.14માર્ચથી શરૂ થઈ તા 25માર્ચના રોજ પુર્ણ થશે. પરીક્ષાનાં દિવસો દરમિયાન ધોરણ 10ની પરિક્ષા સવારે 10વાગ્યાથી બપોરે 1.15કલાક સુઘી લેવાશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા બપોરે 3થી 6.30 સુઘી લેવાશે એમ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું