શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાઈ છે. વિવાદોને પગલે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ આ ફિલ્મના લગભગ 10 સીન બદલવા માટે કહ્યું છે. તો આ સિવાય ડાયલોગ્સ બદલવા માટે પણ કહેવામાં આવ્યું છે. લોકોએ બેશરમ રંગના ગીતના બોલ પર વાંધો ઉઠાવ્યો હતો તો કેટલાકને દીપિકા પાદુકોણના બિકીનીના રંગ પર વાંધો હતો. બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર પઠાણ ફિલ્મમાંથી ‘રો’ શબ્દ બદલીને ‘અમારો’ અને ‘લંગડે લુલે’ને ‘ટૂટે ફુટે’, ‘પીએમ’થી ‘પ્રેસિડેન્ટ કે મિનિસ્ટર’, ‘PMO’ને 13 જગ્યાએથી હટાવી દેવામાં આવ્યો છે. તેમજ ‘અશોક ચક્ર’ને ‘વીર એવોર્ડ’, ‘ભૂતપૂર્વ KGB’ને ‘ભૂતપૂર્વ SBU’ અને ‘શ્રીમતી ભારતમાતા’ને ‘આપણી ભારતમાતા’માં બદલવામાં આવ્યું છે. આ સિવાય ‘સ્કોચ’ને બદલે ‘ડ્રિંક’ શબ્દ બોલાશે અને ‘બ્લેક જેલ, રશિયા’ લખાણની જગ્યાએ હવે દર્શકોને માત્ર ‘બ્લેક જેલ’ જોવા મળશે.તો કેટલાક સીન પણ બદલી નાખવામાં આવ્યા છે. નવા વર્ષમાં શાહરૂખ ખાનની બિગ બજેટ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલિઝ થશે.