Published by : Rana Kajal
નેશનલ કેડેટ કોર્પ્સની 74 માં સ્વતંત્ર દિવસ પરેડ ૨૦૨૩માં ડાયમંડ સીટી સુરતના 3 એનસીસી કેડેટની પસંદગી કરવામાં આવી છે, દર વર્ષે ગુજરાતના કુલ 111 જેટલા ગલ્સ-બોયઝ કેડેટ દિલ્હી ખાતે યોજાનાર RDC પરેડમાં ભાગ લે છે. જેમાં ગુજરાતના એન.સી.સી સુરત યુનિટના અને પી.ટી.સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા કેડેટ દેબાસીસ શાહુ અને પી.આર. બી. કોલેજ બારડોલીમાં અભ્યાસ કરતી જુનિયર અંડર ઓફિસર સ્નેહલ રાઠોડનો સમાવેશ થાય છે.
9 ગુજરાત નેવલ નવસારી યુનિટની અને કેન્દ્રીય વિદ્યાલય-૩ ઓ.એન.જી.સી સુરત માં અભ્યાસ કરતી વિદ્યાર્થી પી.ઓ કેડેટ તેજસ્વીની વાસીયાનો સમાવેશ થાય છે. આ કેડેટએ દિલ્હી પરેડમાં જવાની કપરી પસંદગી પ્રક્રિયામાં પોતાનું બળ અને મહેનત કરી ગુજરાતના કુલ 111 વિદ્યાર્થીઓમાંથી તેઓ પસંદગી કરવામાં આવી છે. આ વર્ષની RDC એટલે રી-પબ્લિક ડે કેમ્પ 26 જાન્યુઆરીએ શિબિરની પરેડમાં ગુજરાતના માત્ર 111 કેડેટ ગયા છે અને તેઓ 29 મી જાન્યુઆરીએ વડાપ્રધાનની રેલીમાં પણ ભાગ લેશે. ભારતના તમામ રાજ્યોના કેડેટને દિલ્હી એનસીસી કેન્ટોનમેન્ટમાં લાવવામાં આવ્યા છે. કોવિડ -19 ના નિયમોની ખાસ કાળજી લઇ યોગ્ય પ્રક્રિયા પુરી કરી 1 જાન્યુઆરીથી શિબિરની શરૂઆત થશે. આ કેડેટ ગુજરાતના 111 કેડેટ સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે અને થલ સેન્ય, નૌ સેન્ય, વાયુ સેન્ય વડાને મળવાનો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો પણ મોકો મળશે, વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.