Published by : Rana Kajal
ભારત અને પાકિસ્તાનના મેચને લઈને ક્રિકેટના ચાહકો હંમેશા રાહ જોતા હોય છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આજે આખા વર્ષનું શેડયુલ જાહેર કરી દીધુ હતુ. આ શેડયુલ મુજબ એશિયા કપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય પણ જુદા જુદા મેચના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન આગામી વર્ષમાં એક-બે વાર નહીં પણ 10થી વધુ મેચોમાં ટકરાશે. આ ઉપરાંત મહિલા ટી20 ઈમર્જિન એશિયા કપ, મેન્સ અંડર-19 એશિયા કપમાં પણ બંને ટીમોને એકસાથે રાખવામાં આવશે. આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યુ છે અહીં પણ ભારત અને પાકિસ્તાન ટકરાશે.
એશિયા કપમાં આ વખતે કુલ 13 મેચ રમાશે
બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઇનલમાં રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ 4 ટીમો વચ્ચે કુલ 6 મેચો રમાશે. બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને તેમની વચ્ચે ટાઇટલ માટે મેચ રમાશે. આ રીતે એશિયા કપ 2023માં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાવાની છે. જય શાહે ટ્વીટ કરીને શેડ્યૂલ જાહેર કર્યું.