Published by : Vanshika Gor
- ભુજનો સતુભા સોમુભા માધુભા જાડેજા આ હીન કક્ષાની હરકત કરી..
- 7 વર્ષથી પરિવાર પરેશાન હતું
ભરૂચના પરિવારને 7વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા શખ્શને ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી સોશીયલ મીડીયાના માધ્યમથી ભોગ બનનાર પરિવારના સભ્યોના બિભત્સ ફોટો બનાવી સોશીયલ મીડીયા પર વાયરલ કરી બદનામ કરતો હતો. વર્ષ 2015 થી ચાલતા આ સિલસિલામાં પરિવારે ૩ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. મામલાની તપાસ ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવામાં આવતા ભુજનો સતુભા સોમુભા માધુભા જાડેજા આ હીન કક્ષાની હરકત કરી રહ્યો હોવાનું સામે આવતા ઇસમને ભુજ ખાતેથી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ સાહેબ ભરૂચ ડીવીઝન ભરૂચ તરફથી આ ગુનાને શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના આપવામાં આવી હતી ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયા નાઓએ આ સંવેદનશીલ ગુના તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરાવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભરૂચમાં ગુ.ર.ન ૧૧૧૯૯૦૫૮૨૨૦૦૦૨/૨૦૨૨ ઈ.પી.કો. કલમ -૨૯૨,૩૫૪(ડી),૪૬૫,૪૬૯,૫૦૦,૫૦૪.૫૦૭ તથા આઈ.ટી.એકટ કલમ – ૬૬(સી) ૬૭ મુજબના ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પરિવારના સભ્યોના બિભત્સ ફોટો બનાવી સોશીયલ મીડીયા પર વાયરલ કરવાના આ અગાઉ ગુના જંબુસર અને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયા હતા.
મહિલા સાથેબદલો લેવા પરિવારને નિશાન બનાવ્યું
ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુક સાઇટ ઉપર ફરીયાદી તથા ફરીયાદીના પરિવારના સભ્યોનાં ફોટાઓ મેળવી તેમાં એડીટીંગ કરી અશ્લીલ ફોટાઓ બનાવી ફેસબુક એકાઉન્ટની ટાઇમલાઇન ઉપર અપલોડ કરવામાં આવી રહ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસે એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ સાથે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીને શોધી કાઢી મોટારેહા ગામ- ભુજ ખાતેથી ધરપકડ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.
ધરપકડ કરાયેલ આરોપી સતુભા સોમુભા માધુભા જાડેજા ઉ.વ. ૩૫, રહે- વંડી ફળીયુ, મોટા રેહા, તા.ભુજ જી.કચ્છ નું ફરિયાદીની પત્ની સાથે સગપણ તૂટી ગયું હતું જે બાદ બદલો લેવા તે છેલ્લા ૭ વર્ષથી આ કૃત્ય કરી રહ્યો હતો જેને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે.