Published by : Vanshika Gor
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ આ સુંદર રિવર ક્રૂઝનું ઉદ્ઘાટન કરશે
મોદી સરકારે ગંગા નદીમાં ક્રુઝ ચલાવવાનું સપનું સાકાર કર્યું આ ક્રુઝ સુવિધાઓથી સજ્જ હશે સાથે જ પાણીમાં રહેવાનો અનુભવ કંઈક અલગ હોય છે આવો જાણીયે આ ક્રુઝ વિશે.
ગંગા વિલાસ રિવર ક્રૂઝ વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ બનવા જઈ રહી છે. કારણ કે તે યુપીના બનારસથી શરૂ થશે અને બાંગ્લાદેશના રસ્તે થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. તે વિવિધ 27 નદીઓમાંથી પસાર થશે. આ દરમિયાન ક્રુઝ 50 પર્યટન સ્થળો પર રોકાશે. જેમાંથી કેટલાક વર્લ્ડ હેરિટેજ સ્થળોનો પણ સમાવેશ થાય છે.
આ ક્રૂઝ વિશ્વનું સૌથી મોટું સિંગલ રિવર જહાજ હશે. જે આસામના ડિબ્રુગઢ જિલ્લામાં બોગીબીલ પહોંચતા પહેલા બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને કોલકાતાનો પ્રવાસ પણ કરાવશે. આ ક્રૂઝ શિપ દ્વારા ભારત અને બાંગ્લાદેશ બંનેનું નામ રિવર ક્રૂઝના રૂપમાં વિશ્વના નકશા પર આવશે.

આ ક્રૂઝ ખાનગી કંપની અંતારા લક્ઝરી રિવર ક્રૂઝ અને જેએમ બક્ષી ક્રૂઝ અને સરકારના સંયુક્ત પ્રયાસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેમાં ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા મુખ્ય ભૂમિકા ભજવશે. ગંગા વિલાસ ક્રૂઝમાં 18 કેબિન અને સ્યુટ હશે, જેમાં તમામ લક્ઝરી સુવિધાઓ હશે.
ગંગા વિલાસ ક્રૂઝની ડિઝાઈન એકદમ અનોખી છે અને તેને ફ્યુચરિસ્ટિક વિઝનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ક્રૂઝમાં આધુનિકતા અને સંસ્કૃતિનું મિશ્રણ કરવામાં આવ્યું છે. તેના બાથરૂમમાં ડિઝાઇનિંગ શાવર છે. આ ઉપરાંત તેમાં કન્વર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલ્કની, એલઈડી ટીવી, સેફ, સ્મોક ડિટેક્ટર જેવી સુવિધાઓ પણ છે.

આ ક્રૂઝ પર આવનાર મહેમાનો ઘણી લક્ઝરી સુવિધાઓનો આનંદ માણશે. જેમાં રેસ્ટોરન્ટ, સ્પા, સનડેક જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં બુફે કાઉન્ટર પણ બનાવવામાં આવશે જ્યાં કોન્ટિનેન્ટલ અને ભારતીય વાનગીઓનો આનંદ લઈ શકાશે.