અંકલેશ્વર જીઆઇડીસીમાં છેલ્લા 9 વર્ષથી મૂળ બિહારના વેપારી તેમના પરિવાર સાથે રહે છે. ચાર દીકરી અને એક દીકરામાં સૌથી નાની 17 વર્ષની દીકરી વડોદરા અભ્યાસ કરતી હતી. જે પિતાની દુકાને બેસતી હતી.ચાર પાંચ દિવસ પેહલા તે મધરાતે ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી.
પરિવારે શહેર વતન બિહાર સહિત તમામ સ્થળો અને પરિચિતોને ત્યાં તપાસ કરવા છતાં સગીર દીકરીની કોઈ ભાળ મળી ન હતી. અંતે જીઆઇડીસી પોલીસ મથકે અપહરણની ફરિયાદ પિતા દ્વારા નોંધાવવામાં આવી છે.